‘જય શ્રી રામ’(રામકૃષ્ણ જ્યોતમાં પ્રકાશિત):-

જય શ્રી રામ એટલે “ભગવાન રામનો જય” અથવા “ભગવાન રામનો વિજય” શ્રી રામનો જપ કરવાથી બધા જ કષ્ટ દૂર થાય છે. રામ એ હિન્દૂ દેવતા અને ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર છે.


શ્રી રામનો જન્મ ચૈત્ર કૃષ્ણ પક્ષની નવમી તિથિના દિવસે બપોરના ૧૨ વાગ્યા સમયે સરયૂ નદીના કાંઠે વસેલી અયોધ્યાપૂરીમાં રાજા દશરથના ઘરમાં માતા કૌશલ્યાના ગર્ભથી થયો હતો.


સંપૂર્ણ નગરમાં ઉત્સવનું વાતાવરણ થઈ ગયું હતું. બધી જ રાણીઓ આનંદમાં મગ્ન હતી. રાજાએ બ્રાહ્મણોને સોનું, ગૌ, વસ્ત્ર અને મણીઓનું દાન આપ્યું અને નૃત્ય – ગીત થવા લાગ્યા.


શ્રી રામના જન્મ દિવસને ઉત્તર થી દક્ષિણ અને પૂર્વ થી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધૂમથી ઊજવે છે.


શ્રી રામના જીવનની જ નહિ, પણ એક એવા પુત્રની આપણને યાદ અપવે છે, જેમાં એક વ્યક્તિએ પિતા, માતા,ગુરુ, પત્નિ, નાના ભાઈ પ્રત્યેની ફરજો, ઉપરાંત, કુટુંબ તેમજ સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવવા સાથે મર્યાદા પુરુષોત્તમ તરીકેનું એક પૂર્ણ પુરુષનું જીવન વ્યતિત કર્યું.


૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ શ્રી રામ ભગવાનના ઉત્સવમાં અયોધ્યાપૂરીમાં ફરી પાછો આપણને આ જ રીતે ઉત્સાહ જોવા મળશે.

એક ગાયન સાથે અયોધ્યાપૂરીમાં ઉત્સાહનો માહોલ બનાવીએ.

મેરી ઝોપડી કે ભાગ્ય આજ ખુલ જાયેંગે,
શ્રી રામ આયેંગે (૨)
રામ આયેંગે – રામ આયેંગે, રામ આયેંગે (૨)
મેરી કુટિયા કે ભાગ્ય આજ જાગ જાયેંગે,
શ્રી રામ આયેંગે (૨)
રામ આયેંગે તો અંગના સજાઉંગી,
દીપ જલા કે દિવાલી મૈં મનાઉંગી(૨)
મેરે જન્મોં કે સારે પાપ મિટ જાયેંગે,
શ્રી રામ આયેંગે,
મેરી ઝોપડી કે ભાગ્ય આજ ખુલ જાયેંગે,
શ્રી રામ આયેંગે,
રામ ઝૂલેંગે તો પાલન ઝૂલાઉંગી,
મીઠે – મીઠે મુખ્ય ભજન સુનાઉંગી (૨)

મેરી જિંદગી કે સારે દુ:ખ મિટ જાયેંગે,
શ્રી રામ આયેંગે,
મૈં તો રુચિ રુચિ ભોગ લગાઉંગી,
માખન મિશ્રી મૈં રામ કો ખિલાઉંગી (૨)
હો, પ્યારી – પ્યારી રાધે, પ્યારે શ્યામ સંગ આયેંગે, રામ આયેંગે.

મેરી ઝોપડી કે ભાગ્ય આજ ખુલ જાયેંગે,
શ્રી રામ આયેંગે (૨)
રામ આયેંગે – રામ આયેંગે, રામ આયેંગે (૨)