સ્વામી વિવેકાનંદનો દેશ પ્રત્યે પ્રેમ (રામકૃષ્ણ જ્યોતમાં પ્રકાશિત):-

જ્યારથી મેં સ્વામી વિવેકાનંદ વિષે જાણ્યું છે ત્યારથી મેં એમની શક્તિનો અનુભવ કર્યો છે. સ્વામીજીનો એક વાક્ય મારા જીવનમાં ખુબ જ પ્રેરણાદાયી રહ્યો છે, “આપણે જેટલું બીજાનું ભલું કરશું આપણું હૃદય એટલું જ શુદ્ધ થશે અને પરમાત્માનો એમાં વાસ થશે.”

જેવી રીતે સ્વામીજીએ દેશના યુવકોને શક્તિશાળી બનવા કહ્યું અને સિંહની શક્તિથી કામ કરવા માર્ગદર્શિત કર્યા છે. બીજી બાજુ સ્ત્રીઓને ઘર કામની સાથે ભણતર માટે પણ પ્રોત્સાહિત કર્યા છે અને સીતા માતા જેવું જીવન જીવવાની પ્રેરણા આપી છે.

જેમ સ્વામીજી એ દેશના યુવાનો અને સ્ત્રીઓનું ભલું કર્યું છે એમજ આપણે પણ સ્વામીજીના વિચારો આગળ વધારતા રહીએ. ત્યારે ખરી રીતે આપણે પરમાત્માને પામશું અને શુદ્ધ થશુ.

‘જય ઠાકુર’